Sunday, June 17, 2018

કીર્તન આરાધના - રેડમોન્ડ/અમેરિકા - ગાયક જયદીપભાઈ સ્વાદિયા

પ્રસ્તુત છે ૧૩ જુન ૨૦૧૮ ના દિને 

રેડમોન્ડ બીએપીએસ મંદિર દ્વારા આયોજિત કીર્તન આરાધના લાઈવ રેકોર્ડીંગ ની વીડીયો કલીપ  

     (રેકોર્ડીંગ ની ક્વોલીટી નબળી હોવાથી કૃપા કરી હેડ ફોન વાપરો) 




શ્રોતાઓ ને સમયાંતરે જયદીપભાઈ એ હળવી રમુજ સાથે ગમ્મત સાથે જ્ઞાન ગંગાનું રસપાન પણ કરાવ્યું. જેમકે "કફન કો જેબ નહિ હોતી" કેમ કે મોત ને કોઈ પણ વ્યક્તિ રિશવત આપી રોકી શકતી નથી. હવે જ્યાં રિશવત થી કામ ના થઇ શકે તો શું કરવું ? તો કહે કોઈની ભલામણ કામ લાગે. અને પછી કહે મ્રત્યુ પછી કોઈ સાચા સંત ની ભલામણ જ ઉપયોગી થાય. અને આવી ભલામણ મેળવવા માટે કોઈ સાચા સંત ને ગુરુ કરવા પડે. અને ત્યારબાદ જયદીપભાઈ એ પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના ગુણગાન ગાઈ ને શ્રોતાઓ ને ભક્તિ રસમાં તરબોળ કર્યા.


1 comment: