પાંચ મિનીટ માં ત્રણ વાતો ધ્યાનપૂર્વક સાંભળી જીવતર સુધારો
પ્રસ્તુત છે કાજલબહેન ઓઝાએ પચાસ વય ની ઉંમરે પોતાના જીવનમાં અપનાવેલ ત્રણ અભિગમ વિષે ની વાત નો ફક્ત પાંચ મિનીટ ની વીડીયો કલીપ.
પચાસ પુરા થાય એટલે વ્યક્તિ એકાવન, બાવન તરફ આગળ પ્રયાણ કરે - જેને ગુજરાતી ભાષામાં આપણે વન પ્રવેશ કહીએ છીએ.આ વયે દરેક પુખ્ત અને પરિપક્વ વ્યક્તિ એ મનોમંથન કરવું ઘટે. કાજલબહેને મનોમંથન કરીને અપેક્ષા કે જેની ઉપેક્ષા થી દુખ થાય,લોભ અને દ્વેષ ભાવ મળીને આપણા ત્રણ સ્વભાવ દોષો ટાળવાની વાત કરી છે.
મેં - આ લખનારે એકાવન વરસે ૧૯૯૩ ના વર્ષની વસંત પંચમીના દિવસ થી બીએપીએસ ની અઠવાડિક સત્સંગ સભા માં જવાનું શરુ કર્યું. અને ધીરે ધીરે આ ઉપરાંત મારા બીજા સ્વભાવ દોષો જેવાકે (૪) બીજાના અભાવ-અવગુણ જોવાની આદત (૫) મોહ - બિન જરૂરી ચીજો ની ખરીદી કરવી (૬) સ્વાર્થ - બીજાના હિત ની અવગણના કરી પોતાનું શ્રેય કરી લેવાની વૃત્તિ (૭) ક્રોધ મન ધાર્યું ના થાય ત્યારે ગુસ્સો/ઝગડો/રિસાવુ જેવા સ્વભાવ દોષો ઉપર હવે આપો આપ લગામ ખેંચાવાની શરૂઆત થઇ ગઈ છે.
છેલ્લા મુદ્દા માં તેમણે ઉલ્લેખ કર્યો - હવે તો ઈશ્વર પાસે જવાનું છે અને ઈશ્વરે આપણને કેવા CLEAN મોકલેલની વાત કરી. ,અહિયાં કાજલબહેને ફક્ત માનસિક શુદ્ધિકરણની વાત કરી છે.
પણ સત્સંગે મને તેનાથી પણ એક વિશેષ વાત શીખવી છે. અને તે છે "મન ગમતું મૂકી ને ગુરુની આજ્ઞા પ્રમાણે ઈશ્વરને ગમે તેવી જીવન શૈલી અપનાવવાની." શરીર શુદ્ધિકરણની. જેના માટે જરૂરી છે સ્વાદ ખાતર જ્યાં ત્યાં લારી ગલ્લા ખુમચા અને રેસ્ટોરા/હોટેલ વાળાની ગમે તેવી વાનગીઓ પેટ માં નહિ પધરાવવાનો દ્રઢ નિર્ધાર.
શું કહ્યું - આ યુગમાં શક્ય નથી?
It is just a matter of practice મારા સાહેબ
એક વખત પ્રયત્ન તો કરી જો જો....☺☺
👌👌👌👌
ReplyDeleteVery good change in your life after Satsang. .