Showing posts with label GUJARATI. Show all posts
Showing posts with label GUJARATI. Show all posts

Thursday, September 26, 2019

મિત્રો,

આ બ્લોગ ઉપર આપનું સ્વાગત છે.


મારા વ્હોટસ એપ ગ્રુપના મિત્રો કેટલાક એવા મઝાના જીવન ઉપયોગી માહિતી સભર સંદેશાઓ મોકલાવે છે કે તેને જરૂર પડે વારંવાર વાંચન કે રેફર કરવાનું મન થાય.

મધમાખી જેમ જુદા જુદા પુષ્પો માંથી મધ એકઠું કરી મધપુડા માં સંચય કરે છે, તેવીજ રીતે ઇન્ટરનેટ ના વિશાળ ફલક ઉપરથી શોધી લાવેલ આવા માહિતી સભર સંદેશાઓ ને સંચય કરવા અને તે મોકલનાર મિત્રો ની વિગત હમેશ માટે નેટ ઉપર જળવાઈ રહે એવા શુભ આશય થી આ બ્લોગ ની રચના કરવા માં આવી છે.

જો તમે આપના જીવનના અનુભવો કે યાદગાર પ્રસંગો ને બીજા મિત્રો/લોકો સાથે શેર કરવા અથવા તો તમારી ભાવી પેઢી ની જાણ માટે મૂકી જવા ઈચ્છતા હો તો આપની પોસ્ટ આ બ્લોગ ઉપર મૂકી શકો છો. આપનો લેખ/પોસ્ટ એક કાગળ ઉપર લખીને તે પેજ સ્કેન કરી ને અથવા વ્હોટસ એપ ઉપર ઉપલબ્ધ ઓડિયો રેકોર્ડીંગ કરીને મને મોકલી શકો છો. યોગ્યતા ના ધોરણે તમોએ મોકલાવેલ પોસ્ટ આ બ્લોગ માં અપલોડ કરવામાં આવશે.

આ અભ્યાન માં સક્રિય રીતે જોડાનાર વ્યક્તિ નો નામ સાથે નો ફોટો આ બ્લોગ ના        CONTRIBUTOR PAGE ઉપર ડીસપ્લે કરવામાં આવશે. 

આ અભ્યાન માં જોડવા માટે આપનું નામ/પોસ્ટલ એડ્રેસ/ટૂંક પરિચય/ઈ મેઈલ એડ્રેસ અને વ્હોટસ એપ નંબર bloggeryks@gmail.com ઉપર મોકલશો . 

આ બ્લોગ ઉપર લીલા રંગ ના પરબીડિયા ના ફ્લોટિંગ આઇકોન ઉપર ક્લિક કરીને પણ આપ આસાની થી સંપર્ક કરી શકશો.
                                                      
                                                 


Monday, July 9, 2018

Monday, June 25, 2018

જલસા કર બાપુ જલસા કર .....૪ વીડીયો ક્લિપ્સ ( આજે લોકો કેટલા બધા બે શરમ થઇ ગયા છે?)



પોલીસ જાય તેલ લેવા - જલસા કર 

  તબિયત જાય તેલ લેવા - જલસા કર 




આબરૂ જાય તેલ લેવા - જલસા કર 



જાય બધાજ તેલ લેવા - જલસા કર 




# તમોને મળેલ લીંક વ્હોટસ એપ ગ્રુપ ના બીજા મિત્રો ને મોકલાવી આ પોસ્ટ શેર કરો #


Monday, June 18, 2018

પાંચ મિનીટ માં ત્રણ વાતો ધ્યાનપૂર્વક સાંભળી જીવતર સુધારો



પ્રસ્તુત છે કાજલબહેન ઓઝાએ  પચાસ વય ની ઉંમરે પોતાના જીવનમાં અપનાવેલ ત્રણ અભિગમ વિષે ની વાત નો ફક્ત પાંચ મિનીટ ની વીડીયો કલીપ. 




પચાસ પુરા થાય એટલે વ્યક્તિ એકાવન, બાવન તરફ આગળ પ્રયાણ કરે - જેને ગુજરાતી ભાષામાં આપણે વન પ્રવેશ કહીએ છીએ.આ વયે દરેક પુખ્ત અને પરિપક્વ વ્યક્તિ એ મનોમંથન કરવું ઘટે. કાજલબહેને મનોમંથન કરીને અપેક્ષા કે જેની ઉપેક્ષા થી દુખ થાય,લોભ  અને દ્વેષ ભાવ  મળીને આપણા ત્રણ સ્વભાવ દોષો ટાળવાની વાત કરી છે.

મેં - આ લખનારે એકાવન વરસે ૧૯૯૩ ના વર્ષની વસંત પંચમીના દિવસ થી બીએપીએસ ની અઠવાડિક સત્સંગ સભા માં જવાનું શરુ કર્યું. અને ધીરે ધીરે આ ઉપરાંત મારા બીજા સ્વભાવ દોષો જેવાકે (૪) બીજાના અભાવ-અવગુણ જોવાની આદત (૫) મોહ - બિન જરૂરી ચીજો ની ખરીદી કરવી (૬) સ્વાર્થ - બીજાના હિત ની અવગણના કરી પોતાનું શ્રેય કરી લેવાની વૃત્તિ (૭) ક્રોધ  મન ધાર્યું ના થાય ત્યારે ગુસ્સો/ઝગડો/રિસાવુ જેવા સ્વભાવ દોષો ઉપર હવે આપો આપ લગામ ખેંચાવાની શરૂઆત થઇ ગઈ છે.

છેલ્લા મુદ્દા માં તેમણે ઉલ્લેખ કર્યો - હવે તો ઈશ્વર પાસે જવાનું છે અને ઈશ્વરે આપણને કેવા CLEAN મોકલેલની વાત કરી. ,અહિયાં કાજલબહેને ફક્ત માનસિક શુદ્ધિકરણની વાત કરી છે.

પણ સત્સંગે મને તેનાથી પણ એક વિશેષ વાત શીખવી છે. અને તે છે "મન ગમતું મૂકી ને ગુરુની આજ્ઞા પ્રમાણે ઈશ્વરને ગમે તેવી જીવન શૈલી અપનાવવાની." શરીર શુદ્ધિકરણની. જેના માટે જરૂરી છે સ્વાદ ખાતર જ્યાં ત્યાં લારી ગલ્લા ખુમચા અને રેસ્ટોરા/હોટેલ વાળાની ગમે તેવી વાનગીઓ પેટ માં નહિ પધરાવવાનો દ્રઢ નિર્ધાર.

શું કહ્યું - આ યુગમાં શક્ય નથી?   

It is just a matter of practice મારા સાહેબ 

એક વખત પ્રયત્ન તો કરી જો જો....☺☺


   

 





Sunday, June 17, 2018

કીર્તન આરાધના - રેડમોન્ડ/અમેરિકા - ગાયક જયદીપભાઈ સ્વાદિયા

પ્રસ્તુત છે ૧૩ જુન ૨૦૧૮ ના દિને 

રેડમોન્ડ બીએપીએસ મંદિર દ્વારા આયોજિત કીર્તન આરાધના લાઈવ રેકોર્ડીંગ ની વીડીયો કલીપ  

     (રેકોર્ડીંગ ની ક્વોલીટી નબળી હોવાથી કૃપા કરી હેડ ફોન વાપરો) 




શ્રોતાઓ ને સમયાંતરે જયદીપભાઈ એ હળવી રમુજ સાથે ગમ્મત સાથે જ્ઞાન ગંગાનું રસપાન પણ કરાવ્યું. જેમકે "કફન કો જેબ નહિ હોતી" કેમ કે મોત ને કોઈ પણ વ્યક્તિ રિશવત આપી રોકી શકતી નથી. હવે જ્યાં રિશવત થી કામ ના થઇ શકે તો શું કરવું ? તો કહે કોઈની ભલામણ કામ લાગે. અને પછી કહે મ્રત્યુ પછી કોઈ સાચા સંત ની ભલામણ જ ઉપયોગી થાય. અને આવી ભલામણ મેળવવા માટે કોઈ સાચા સંત ને ગુરુ કરવા પડે. અને ત્યારબાદ જયદીપભાઈ એ પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના ગુણગાન ગાઈ ને શ્રોતાઓ ને ભક્તિ રસમાં તરબોળ કર્યા.


Wednesday, June 13, 2018

આપનો પ્રાસંગિક/અનુભવ નો લેખ/પોસ્ટ

આ 

HOME 

     વિભાગ માં પોસ્ટીંગ માટે 

                    આપના જીવનનો યાદગાર પ્રસંગ/અનુભવ 

               તમે એક કાગળ ઉપર લખી તે પેજ ને સ્કેન કરીને 

           મને વ્હોટસ એપ દ્વારા મોકલી 

      શકો છો.

                 ગુણવત્તા ના આધારે આપની પોસ્ટ ને 

                  આ બ્લોગ ઉપર સ્થાન આપવામાં આવશે 

     આવો હવે પેન પેપર ઉઠાવો 
               અને તમારી અભિવ્યક્તિ ને શબ્દો સ્વરૂપ આપો