Showing posts with label gujarati-4. Show all posts
Showing posts with label gujarati-4. Show all posts

Thursday, October 31, 2019

આનું નામ છે..... સાચી માનવસેવા!




તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000  થી વધુ થાય છે ! રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે ! સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે ! સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે !

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે. સુવિધાઓ શું છે? 24 કલાક ઈમરજન્સી સારવાર/અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/TMT [ટ્રેડમિલ ટેસ્ટ]/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ - ડીફ્રિબ્રીલેશન; મોનિટરિંગ વગેરેની સુવિધા.


તમે નહી માનો; આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી ! ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ નહી; માત્ર માનવસેવા. સારવાર મફત. દવાઓ મફત. જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ નહી. દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. આ આરોગ્યધામ 9 જન્યુઆરી, 2011 માં 5 કરોડના ખર્ચે બન્યું.  આનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો. તેમણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે. તેમણે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું. પાસે એક રુપિયો નહી. નિર્દોષાનંદજી પૈસાને સ્પર્શ ન કરે. લાકડી અને કમંડળ તેની સંપતિ. સ્ટ્રસ્ટીઓ મૂંઝાય. નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ; કહે : “માનવતા મોટી છે, થઈ જશે ! માનવસેવા જ પ્રભુસેવા. દર્દી દેવો ભવ !”


નિર્દોષાનંદજીની સુવાસ તો જૂઓ ! શરુઆતમાં જ 4 કરોડનો ફાળો થયો ! દાતાઓ પણ કેવા ! 2011 થી ખીમજીભાઈ દેવાણી દર મહિને 5 લાખ આપે છે. 13 આજીવન દાતાઓ છે; જે દર મહિને 1 લાખ આપે છે ! બીજા પણ દાતાઓ છે. 


31 ઓક્ટોબર, 2019 ના રોજ ભોજનાલયનું ખાતમુહૂર્ત છે; જે 4 કરોડના ખર્ચે તૈયાર થશે; તેના દાતા છે.ધનસુખભાઈ દેવાણી; એકલા જ ! 


આ હોસ્પિટલને 9 વર્ષ એટલે કે 3000 દિવસ થયા; તેની ઊજવણી છે. અત્યાર સુધીમાં 14,36,257 OPD સારવાર; 37,453 સર્જરી; 5,84,437 અન્ય વિભાગોમાં સારવાર; 6,418 પ્રસૂતિઓ; 7,381 મોતિયા/ઝામર/વેલના ઓપરેશન અને 21,02,800 ભોજનાર્થીઓ ! દર્દીઓને સવાર-સાંજ ગાયનું તાજું દૂધ ! સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓસડિયાયુક્ત પાક !


મિત્રો, હું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને દિલથી નમન કરું છું કે તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે....તેઓએ ધાર્યુ હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત...ભક્તોના દાનમાંથી ભોગ વિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત..... પણ ના, એમનું સાદું, સરળ ને શિવ પરાયણ જીવન હતું મેં તેમનાં દર્શન કરેલા છે....


આવાં મહાન સંત માંથી મારે, તમારે, કથાકારોએ બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો, મહંતોએ પ્રેરણા લેવી જોઈએ..... 


માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કાંઈ ભગવાન રાજી નહી થાય, દેશ આગળ નો આવે


તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે; એટલી તકેદારી લેશો.


આંગળી ચીંધીએ એનુ પણ પુણ્ય છે .....


સંપર્ક : સ્વામી શ્રી નીર્દોશાનંદજી માનવસેવા હોસ્પિટલ,
            ટીંબી, તાલુકો : ઉમરાળા જીલ્લો : ભાવનગર -૩૬૪૩૨૦ 
            ગુજરાત રાજ્ય, ઇન્ડિયા 
ફોન :   ૦૨૮૪૩ - ૨૪૨૪૪૪
            ૦૨૮૪૩ -૨૪૨૦૪૪
            ૮૭૫૮૨૩૪૭૪૪
ઈ મેઈલ : nirdoshhealth@yahoo.com


Monday, October 1, 2018

‘ગોળ’

જો તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હશે અને સાથે સાથે ગળ્યું પણ ખાવું હશે તો એક જ ઉપાય છે ‘ગોળ’. 

ઘણા સંશોધન બાદ વિશેષજ્ઞ સંશોધકો એ તારણ પર પહોંચ્યા છે કે દરેક વ્યક્તિએ ગોળનું સેવન કરવું જ જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. 

આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ. પ્રાચીન સમયથી જ ગોળને અમૃત માનવામાં આવતો હતો અને ખાંડને સફેદ ઝેર માનવામાં આવતી હતી.

► ગોળ ખાવાથી આપણા શરીરની પાચનક્રિયામાં સુધારો થાય છે. જયારે ખાંડ એસિડ પેદા કરે છે જે પાચનક્રિયા બગાડે છે. આયુર્વેદ અનુસાર ગોળની સરખામણીમાં ખાંડને પચવામાં 5 ગણી વધારે ઉર્જા ખર્ચવી પડે છે અને સમય લાગે છે. એટલે કે જો ગોળને પચાવવામાં 100 કેલરીની જરૂર પડતી હોય તો તે જ માત્રાની ખાંડને પચવામાં 500 કેલરીની જરૂર પડે. આપણામાંથી ઘણા લોકોને ગોળના ફાયદા વિષે નથી ખબર હોતી.

ચાલો જાણીએ ગોળના ફાયદાઓ..!!

► ગોળ આપણી ત્વચામાં નિખાર લાવે છે. મહિલાઓને ત્વચા વિષે ઘણી બધી ચિંતા રહેતી હોય છે. જો નિયમિત રૂપે ગોળનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીરમાં રહેલું હાનિકારક ટોક્સીન કાઢી નાખે છે. જેનાથી આપણી ત્વચા સાફ અને સ્વસ્થ રહે છે. સાથે સાથે તે હાડકાઓને પણ મજબુત બનાવે છે. ગોલમાં કેલ્શિયમની સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાઓને મજબુત કરવામાં ફાયદાકારક છે. જયારે ખાંડ હાડકા માટે હાનિકારક છે કારણકે તે એટલા ઊંચા તાપમાને બનાવવામાં આવે છે જેના કારણે તેમાં રહેલું ફોસ્ફરસ નષ્ટ થઇ જાય છે.

► પેશાબ સંબંધિત સમસ્યાઓ પણ દુર કરે છે ગોળ : ગોળ પેશાબ કરવામાં થતી તકલીફ માટે સારો ઈલાજ છે. પૂરતા પ્રમાણમાં પેશાબ કરવામાં મદદ કરે છે. તેના માટે આયુર્વેદિક ડોક્ટર ગરમ દુધમાં ગોળ નાખીને ખાવાનું કહે છે.

► શારીરિક નબળાઈમાં દૂધ સાથે ગોળનું સેવન ખુબ જ લાભદાયક છે. દુર્બળ શરીરને મજબુત બનાવે છે. જો તમને દૂધ સાથે ગોળ પસંદ નથી તો એક કપ પાણીમાં 5 ગ્રામ ગોળ, 10 ml લીંબુનો રસ અને એક ગ્રામ કાળું મીઠું મેળવીને બરાબર હલાવ્યા બાદ સેવન કરી શકો છો.

► ગોળ અને દૂધ સાથે લેવાથી માઈગ્રેન અને માથાના દુઃખાવા સંબંધિત દરેક બીમારી માટે અકસીર છે. આ માટે સૂર્યોદય પહેલાં સવારે ખાલી પેટે 5 ગ્રામ ગાયના ઘી સાથે 10 ગ્રામ ગોળ લેવો. આ માઈગ્રેન અને સરદર્દ મટાડે છે.

ગોળ ખાવાનાં ફાયદા પેટ સંબંધિત રોગ માટે

■ જો તમે ગેસ અથવા એસિડીટીથી પરેશાન હોય તો ભોજન બાદ થોડો ગોળ પણ ખાવ. તેનાથી ગેસ અને એસિડટી જલમૂળથી દુર થઇ જશે. ગોળ, કાળું મીઠું અને સિંધવ મીઠું સાથે ખાવાથી ખાટ્ટા ઓડકાર પણ આવતા બંધ થઇ જશે.

■ ગોળનો હલવો ખાવાથી મગજ તેજ થાય છે અને શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જશે. તે શરીરના તાપમાનને બેલેન્સ રાખે છે તેનાથી યાદશક્તિ વધે છે. જૂનામાં જૂની ઉધરસ ગોળથી મટી શકે છે.

 

■ ગોળ સાથે આદું અને મરચું મેળવીને ખાવાથી શરદી, ખાંસીમાં લાભદાયી છે. અસ્થમા રોગના દર્દીઓ માટે ગોળ ખાવો જરૂરી છે. લોહીની ઉણપ ગોળથી દુર થઇ જાય છે. ગોળના સેવનથી શરીરમાં લાળ રક્તકોશિકાઓની માત્ર વધે છે. બ્લડપ્રેશરના દર્દીઓ ગોળનું સેવન કરે તો તે થોડા દિવસોમાં જ કંટ્રોલમા આવી જશે.

■ જે છોકરીઓ અથવા સ્ત્રીઓને માસિક નિયમિત ન આવતું હોય તેમણે પ્રતિદિન 3 વાર ગોળ ખાવો જોઈએ. જેને ભૂખ ન લગતી હોય અથવા ભૂખ ખુબ લાગતું હોય પણ ભોજન ખાવામાં રૂચી ન હોય તો તેમણે પણ ગોળ ખાવો જોઈએ. શિયાળામાં કાનના દુઃખાવામાં ગોળ અને ઘીને ગરમ કરી ખાવાથી દુઃખાવો બંધ થઇ જાય છે. ગોળમા મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે તેથી ગોળ ખાવાથી થાક દુર થાય છે.

વધુ પ્રમાણમાં ગોળ ખાવાથી થતું નુકસાન

■ વધુ પ્રમાણમાં ગોળ ખાવાથી નુકસાન પણ થાય છે. ગોળ ગરમ હોય છે. ઉનાળાના દિવસોમાં વધુ પ્રમાણમાં ગોળ ખાવાથી નાકમાંથી લોગી નીકળવા માંડે છે. ડાયાબિટીસના દર્દીઓએ ગોળ નજીવી માત્રામાં ખાવો જોઈએ. વધુ સમય સુધી વધુ માત્રામાં ગોળનું સેવન કરવાથી વજન પણ વધી શકે છે.

ક્યારે પણ નાં પીશો સોડા - જાણો કેમ ?

સોડા પીવા વાળી વ્યક્તિ મુર્ખ થી પણ વધુ મહામુર્ખ છે.                       

ક્યારેય નાં પીશો સોડા જાણો કેમ

           **************************************

દોસ્તો આજે આપણે વાત કરીશું સોડાની. એ જ સોડા જેને ઘણાં લોકો દારુ વગેરે માં મેળવીને પીવે છે તો ઘણા લોકો ડાયરેક્ટ પણ પીવે છે. તો ઘણા લોકો ભોજન બાદ ખાવાનું પચાવવા માટે પણ પીએ છે.

મહારાષ્ટ્રમાં એક જગ્યાએ રાજીવભાઇ વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે એક ભાઇએ સવાલ કર્યો કે સોડા પી શકાય કે કેમ ? તો જાણો રાજીવભાઇએ શું જવાબ આપ્યો.

રાજીવભાઇ નો જવાબ – ભાઈ સોડા તો આપણે ક્યારેય પણ ન પીવી જોઈએ. સોડા પીવું તો ખૂબ જ ખરાબ છે. સોડાનો મતલબ એ છે કે કાર્બન ડાયોક્સાઇડ મેળવેલું પાણી. તમને તો ખબર જ છે કે આપણું શરીર ઓક્સીજન અંદર ખેંચે છે અને કાર્બનડાયોક્સાઇડ બહાર નીકાળે છે. આ પ્રોસેસ ૨૪ કલાક ચાલે છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે ઝેર. જેને શરીરની બહાર કાઢવાની ક્રિયા આપણું શરીર હંમેશા કરે છે. જો તમે કાર્બનડાયોક્સાઇડ મેળવેલું પાણી પીશો તો તમે મૂર્ખ થી પણ વધારે મહામૂર્ખ છો.

ઘણા લોકો એવું કહે છે કે ગેસની તકલીફના લીધે તેઓ સોડા પીવે છે. તમે ગેસની તકલીફ દૂર કરો. નાકે ગેસની તકલીફ સારી કરવા માટે ગેસ જ પીઓ. તમે એક સરળ ભાષામાં સમજો કે જો આગ લાગી હોય તો તમે આગ લગાવશો કે એ આગને શાંત કરશો ? માટે તમને જો ગેસની તકલીફ છે તો તમે ગેસને દૂર કરો ન કે ગેસ પીઓ.

સોડા પીવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે આપણે સૌ આના વિશે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. પરંતુ કયા કારણોસર એ આપણા માટે હાનિકારક છે આ વાત તમારે જરૂર જાણવી જોઈએ. તો આ છે સોડા ન પીવાના ૧૫ કારણો

૧. એ માત્ર દાંતમાં સડો પેદા નથી કરતું પરંતુ તેમાં અત્યાધિક માત્રામાં રહેલ ખાંડ કેલરીની માત્રા વધારીને મોટાપાનું કારણ બને છે તેમ જ શરીરનું વજન વધારવાનું કામ કરે છે.

૨. માત્ર સોડા જ નહીં પરંતુ ડ્રિન્કિંગ સોડા જે બોટલ અથવા કેનમાં બજારમાં મળે છે તે પણ હાનિકારક છે. તેમાં ટોક્સિક કેમિકલ બીસ્ફેનોલ હોય છે જે માત્ર એક નહીં પરંતુ ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પેદા કરે છે.

૩. તેમાં ખુબ જ અધિક માત્રમાં ખાંડ હોય છે. સોડામાં મળેલા ૨૦ અંશની માત્રા લગભગ ૨૦ મોટી ચમચી ખાંડની બરાબર હોય છે.

૪. જો તમે કેલેરી ઓછી કરવાની લાલચમાં ડાયટ સોડા લેવાનું પસંદ કરો છો તો જાણી લો કે આ પણ તમારી કિડનીની કાર્યક્ષમતાને ઓછી કરે છે.

૫. સોડા પીવાની આદત પડવી તો ઘણું જ ખતરનાક છે. દરરોજ ડ્રિંકિંગ સોડાનું સેવન તમારી માટે ડાયાબિટીસના ખતરાને ૨૫ ટકા વધારી દે છે.

૬. ૨0 અંશ સોડા એટલે કે ૨૪૦ કેલરી બર્ન કરવા માટે તમારે દર વખતે સોડા પીધા પછી લગભગ એક કલાક સુધી ચાલવાની જરૂર પડે છે.

૭. સોડામાં રહેલ ફોસ્ફરિક એસિડ તમારા હાડકામાં રહેલી કેલ્શિયમનો નાશ કરે છે. એટલું જ નહીં પરંતુ હાડકામાં રહેલ ઘનત્વને પણ ઓછું કરી દે છે.

૮. દરરોજ સોડા પીવાની આદત તમારા મેટાબોલિઝમને પરિવર્તિત કરવામાં ઘણી હદ સુધી પ્રભાવિત થઇ જાય છે અને વજન ઓછું કરવું ખૂબ જ અઘરું થઈ જાય છે.

૯. સોડાની અત્યાંધિક માત્રા કે અધિક સેવન અસ્થમાં તેમજ શ્વસનતંત્રને પ્રભાવિત કરે છે. જેનાથી શ્વસન સંબંધી રોગોની સંભાવના વધી જાય છે.

૧૦. સોડા પીવાથી હૃદય સંબંધી સમસ્યાઓની સંભાવના વધી જાય છે. જે લોકો પહેલાથી હૃદય સંબંધી સમસ્યાથી પીડિત છે તેઓ માટે સોડા પીવું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

૧૧. ડ્રિંકિંગ સોડા લગાદાર તમારા લીવરને પ્રભાવિત કરે છે અને એ લીવર માટે એટલું જ નુકસાનકારક છે જેટલું આલ્કોહોલ. તેમાં રહેલા ફેટી લિવર એસિડ ખૂબ જ ઘાતક હોય છે.

૧૨. ડાયટ સોડા વજન ઓછું કરવા કરતાં વજન વધારવામાં વધું મદદગાર સાબિત થાય છે. એનું સેવન કરવાવાળા લોકોમાં , સેવન ન કરવાવાળા લોકો કરતાં વજન વધવાનો ખતરો વધારે હોય છે.

 

ડ્રિંકમાં સોડા શું કામ નાંખવા ના જોઈએ.

૧. સોડામાં આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે. જેની કેલેરી ખૂબ જ વધારે હોય છે. તે ભૂખને વધારે છે અને એક રીતે તે કેન્સરને આમંત્રણ આપતું પદાર્થ પણ સાબિત થયો છે.

૨. તેમાં રહેલ સોડિયમ બ્લડ પ્રેશરને વધારી દે છે. અને બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

૩. સોડા શરીર માટે નુકસાનકારક છે કારણ કે તેમાં ખુબ જ માત્રામાં કેલરી હોય છે. તેને પીવાથી મોટાપો વધી શકે છે તેમજ ડાયાબિટીસનો ખતરો પણ વધી શકે છે.

૪. સોડા એટલે પણ ન પીવું જોઈએ કારણ કે તે હાડકાને નબળા બનાવી દે છે. એવું કહેવાય છે કે સોડામાં એવા તત્વો હોય છે જે હાડકાને મુલાયમ બનાવી દે છે અને કેલ્શિયમ ઓછું કરી દે છે.

૫. સોડા ડિહાઇડ્રેશન પેદા કરે છે. તેમાં સોડિયમ હોવાના લીધે ડિહાઈડ્રેશન થઈ જાય છે.

💐કલ્પેશકુમાર ધારવા💐

🌹🌹એડવોકેટ🌹🌹

Saturday, September 15, 2018

બ્લડ કેન્સર બાબત વ્હોટસ એપ ઉપર મળેલ એક મેસેજ



કાલે મારા ભેરૂં Harsh Patelની એક પોસ્ટમાં થોર( કેક્ટસ )વનસ્પતિના ફળ જેને ગામડાંનાં લોકો ફીંડલા કહે જે ડુંગરાળ વિસ્તારના ગામડામાં વધારે જોવા મળે છે.જેના ફોટા મેં જોયા એટલે મારો બીજો એક નજીકનો ખાસ ભેરૂં મિતુલ પટેલ યાદ આવી ગયોં .....!

તે જીવતે જીવ જ મરી ગયોં હતો જ્યાંરે ડોક્ટરે તેનું નિદાન કરતા કહ્યુંકે તારે તો બ્લડ કેંસર નામની જીવલેણ બિમારી થઈ છે.

આજના યુગમાં કેન્સર શબ્દ સાંભળતાની સાથે ધ્રૂજી જવાય છે. ભલે આજે કેન્સરને લઈને આધુનિક સારવાર ઉપલબ્ધ થઈ હોય ,પણ હકીકત એ છે કે આવી ખર્ચાળ અને મોંઘીદાટ ટ્રીટમેન્ટ કોઈ મધ્યમ વર્ગનો માણસ ક્યાંથી કરાવી શકે ? 

ત્યાંરે અમે બધા સગા સબંધી અને મિત્રોએ તેની સારવાર માટે આર્થિક સહાય કરી હતી .પણ સારવાર પાછળ લાખોં રૂપિયાનો ખર્ચ કરવાં છતા રિકવરી આવતી નહોતી અને અંતે ડૉકટરોએ પણ હાથ ઊઁચા કરી દિધા હતા. !

અને એક દિવસે મિતુલની ખબર લેવા તેમના સ્નેહી સાક્ષાત દેવદૂત બનીને આવ્યા ત્યાંરે એમણે મિતુલને સવાર સાંજ આ થોરનાં ફીંડલાનો જ્યૂસ પીવા જણાવ્યું ....તમે નહીઁ માનો પણ આ મારો નજરે જોયેલો કિસ્સો છે ફક્ત છ મહીનાં આ જ્યુસના સેવનથી મિતુલ હસ્ટપ્રુસ્ટ તો થઈ ગયો સાથે તેનું બ્લડકેંસર પણ કાયમને માટે નાબૂદ થઈ ગયું !

લોહી વિકારની કોઈપણ બિમારી કેમ ન હોય આ ફીંડલાનાં પ્રયોગથી જડમૂળથી મટી શકે છે જે આજના મેડિકલ સાયન્સે પણ સ્વીકારી લીધું છે. 

તો મિત્રો આપણે હસી મજાક તો રોજ કરીયે છીએ આ પોસ્ટ શેર જરૂર કરજો શું ખબર આ રીતે આપણે પણ કોઈ આવાજ મિતુલને મદદરૂપ થઈ જઈએ !

જય સીયારામ......

રાજેશ પટેલ 

૧૪ નવેમ્બર ૨૦૧૭ 

Sunday, July 22, 2018

🎯રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ

ફક્ત રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ છે, રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી, ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે, જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે, વા, સાંધાની તકલીફમાં ઉત્તમ છે, ચામડીના રોગ ના થવા દે, સ્ટેમીના વધારે, શરીરના સ્નાયુનો વિકાસ કરે, તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે, રક્તકણો નો વિકાસ કરે. 

જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શિરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે ને શરીર સુડોળને ખડતલ બને છે, તો ચાલો આજથી જ રાજગરાનો ઉપયોગ કરીને શરીરમાં સાચા આરોગ્યથી "રાજ" કરીએ

🎯ઉપવાસ સિવાય પણ સપ્તાહમાં એક વાર ખાઓ રાજગરો, મળશે 10 જબરદસ્ત લાભ.

🎯રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. 

સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. 

રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે. 

આંખો અને હાર્ટ હેલ્ધી રહે છે. 

હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે. 

રાજગરો ખાવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. 

વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે. 

મેટાબોલિઝ્મને સુધારે છે.

પપૈયા ના પાંદડાની ચા - (કેન્સર નાબુદી નો ઉપાય)

પપૈયા ના પાંદડાની ચા -

કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર કરે છે. 

    

પપૈયાના પાંદડા -

3rd અને 4th સ્ટેજ ના કેન્સરને માત્ર 35 થી 90 દિવસમાં સારું કરી શકે છે.

અત્યાર સુધી -

આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે...

(ખાસ કરીને પ્લેટલેસના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ માટે)

પરંતુ,

આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ -

તે ખરેખર તમને આશ્ચર્યચકિત કરી દેશે.

તમે માત્ર પાચ અઠવાડિયામાં કેન્સર જેવા ગંભીર રોગને મૂળમાંથી દુર કરી શકો છો.

તે કુદરતની શક્તિ છે

અને,

શ્રી બલવીર સિંહ શેખાવતજી નો અભ્યાસ છે..

જે વર્તમાનમાં as a Govt. Pharmacist પોતાની સેવાઓ રાજસ્થાનના સીકર જીલ્લામાં આપી રહ્યા છે.

ઘણી બધી જાણકારી ઘણા પ્રકારની વેજ્ઞાનિક શોધોથી મળી કે -

પપૈયા ના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા મળી આવે છે.

ખાસ કરીને -

પપૈયાના પાંદડાની અંદર કેન્સરની કોશિકાઓને નાશ કરવાની અને તેની વૃદ્ધી અટકાવવા ના ગુણ વધુ પ્રમાણમાં મળી આવે છે.

તો આવો જાણીએ....

University of Florida (2010) અને international doctors and researchers from US and Japan માં થયેલ શોધ થી જાણવા મળ્યું છે કે - 

પપૈયાના પાંદડામાં કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની દવા મળી આવે છે.

Mr. Nam Dang - MD, Phd જેઓ એક શોધક છે,

તેમના મુજબ -

પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે,

તેમના મુજબ -

પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે.

જેમાં મુખ્ય છે -

Breast  cancer, Lung  cancer, Liver cancer, Pancreatic cancer, Cervix cancer,

તેમાં જેટલું વધુ પ્રમાણ પપૈયાના પાંદડાનું વધારવામાં આવે છે,

તેટલું જ સારું પરિણામ મળે છે.

પપૈયાના પાંદડા કેન્સરને દુર કરી શકે છે

અને,

કેન્સરના વિકાસને જરૂર રોકી દે છે.

તો આવો જાણીએ -

પપૈયાના પાંદડા કેન્સરને કેવી રીતે દુર કરે છે ?

(1) પપૈયું કેન્સર વિરોધી અણુ Th1 cytoknes ના ઉત્પાદનને વધારે છે.

જે ઈમ્યુન system (રોગપ્રતિકારક )ને શક્તિ પ્રદાન કરે છે.

જેનાથી કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં આવે છે.

(2) પપૈયાના પાંદડા માંનું PAPAIN SALT (મીઠું) એ -

પ્રોટીનને તોડવા (proteolytic) વાળા એન્જાઇમ્સ મળી આવે છે,

જે કેન્સર કોશિકાઓ ઉપર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે...

જેનાથી કેન્સર કોશિકાઓને શરીરમાં બચવાનું મુશ્કેલ થઇ જાય છે.

આમ,

પપૈયાના પાંદડાની ચા -

દર્દીના લોહી માં ભળી જઈને macrophages ને ઉત્તેજિત કરે છે...

જે immune system (રોગપ્રતિકારક શક્તિ) ને ઉત્તેજિત કરીને,

કેન્સર કોશિકાનો નાશ કરવાનું શરુ કરે છે.

Chemotherapy / Radiotherapy  અને પપૈયાના પાંદડા દ્વારા સારવાર માં મુખ્યત્વે  ફરક છે કે -

Chemotherapy માં -immune systemને 'દબાવવા' માં આવે છે... 

જયારે પપૈયા ના પાંદડા -

 immune system (રોગપ્રતિકારક શક્તિ)ને 'ઉત્તેજિત' કરે છે,

Chemotherapy  અને Radiotherapy માં સામાન્ય કોશિકા પણ 'પ્રભાવિત' થાય છે.

પપૈયા ફક્ત કેન્સર ની કોશીકાઓનો જ નાશ કરે છે.

સૌથી મોટી વાત કે -

કેન્સરના ઇલાજમાં પપૈયા પાંદડાઓની કોઈ 'આડ અસર' પણ નથી.

* કેન્સરમાં પપૈયાના સેવનની વિધિ :

કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા :-

દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા બનાવો,

તે તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે.

હવે આવો જાણી લઈએ -

પોપૈયાની ચા બનાવવાની રીત :-

(1) 5 થી 7 પપૈયાના પાંદડાને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો.

પછી,

તેને નાના નાના ટુકડામાં તોડી લો.

તમે 500 મી.લી. પાણીમાં -

થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો.

એટલા ઉકાળો કે -

તે અડધા રહી જાય.

તેને તમે 125 મી.લી. કરીને દિવસમાં 2 વખત પીવો.

અને,

જો વધુ બનાવ્યા તો તેને તમે દિવસમાં 3 થી 4 વખત પીવો.

બીજું વધેલું પ્રવાહીને ફ્રીજમાં રાખી દો જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

ધ્યાન રાખશો કે -

તેને બીજી વખત ગરમ ન કરશો.

(2) પપૈયાના 7 તાજા પાંદડા લો,

તેને સારી રીતે હાથથી મસળી લો.

હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો. 

જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરીને 2 વખત માં એટલે કે સવાર સાંજ પી લો.

આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો.

પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ તમે કરશો...

એટલો જ જલ્દી તમને ફાયદો મળશે.

નોંધ :-

આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કંઈ જ ખાવા પીવાનું નથી.

* ક્યાં સુધી કરવો આ પ્રયોગ ?

આમ તો આ પ્રયોગ તમને 5 અઠવાડિયામાં પોતાનું પરિણામ દેખાડી આપશે...

છતાં 

અમે તમને 3 મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ.

અને,

આ જે લોકોએ અનુભૂતિ કરી છે,

તે લોકોએ તે લોકોને પણ સારું કર્યું છે,

જેમના કેન્સરમાં 'ત્રીજો' કે 'ચોથો' સ્ટેજ હતો.

આ સંદેશ -

દરેકને મોકલવા નમ્ર વિનંતી છે.

સેર જરૂર કરો...

જેથી બીજા જરૂરિયાત વાળા સુધી પહોંચે.

સંકલનકર્તા :-

વિરેનભાઈ શેઠ (ભુજ-કચ્છ),

સંયોજક - ટીમ સુખડીયા

મો. +91 76000 00138

સૌજન્ય :- -( ટીમ સુખડીયા )- સુખડીયા 'જન-જાગ્રૃતિ' અભિયાન

ડૉ.હિરલ દેસાઈ,  સેટેલાઇટ , અમદાવાદ

Sunday, July 15, 2018

જાણો શું છે તુરીયાના ગુણ

ચોમાસામાં શાકના રાજા એવા તુરીયાના છે આ ૧૦ ઔષધીય ગુણ, હોંશે હોંશે ખાશો તુરિયા

જાણો શું છે તુરીયાના ગુણ

1. તુરિયાના શાકમાં ભરપૂર માત્રામાં હિમોગ્લોબીન હોય છે જે આપણા શરીરમાં ક્યારેય પણ હિમોગ્લોબીન ની માત્રા ઘટવા દેતું નથી, અને આપના શરીરમાં રક્ત કોષોને બનાવવામાં મદદરૂપ થાય છે.

2. તુરીયા નો રસ શરીરમાં ઈન્સ્યુલીન ઉત્પન્ન કરે છે જેમાં પેપ્ટાઈડ્સ નમક દ્રવ્ય હોય છે છે જે શરીરમાં વધતી શૂગરને નિયંત્રિત કરે છે. આથી ડાયાબીટીસના દર્દીઓ માટે તુરીયાનું શાક ખુબજ લાભકારી છે.3. કમળાના દર્દીઓ માટે તુરીયા નો રસ રામબાણ ઈલાજ છે, કમળાના દર્દીઓ ના નાકમાં તુરિયાના રસનાં બે થી ત્રણ ટીપાં નાખવાથી નાકમાંથી પીળા કફ જેવો પદાર્થ બાર નીકળી જશે અને કમળા ની બીમારી દૂર થશે.

4. તુરિયાના વેલ ના મૂળ ને સાદા પાણીમાં લસોટી અને ફોડા ની ગાંઠ પર લગાવવામાં આવે તો એક જ દિવસમાં તે દૂર થઈ જાય છે.

5. તુરીયા વેલ પર થાય છે. તુરીયા નું શાક તો આટલું ગુણકારી છે જ આ ઉપરાંત તુરીયા ની વેલ પણ પથરીના રોગમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. તુરિયાના વેલને ગાયના દૂધમાં થોડી ઘસી દરરોજ સવારના એક ચમચી જેટલું પીવું. આવું ત્રણ દિવસ કરવાથી તમારી પથારી જળમૂળથી દૂર થશે.

6. સુકાયેલા તુરિયાના બીજને પાણીમાં વાટી ઢીલી પેસ્ટ બનાવી શરીર પર રહેલ દાદ, ખાજ, ખરજવા પર લગાવવાથી તેમાં આવતી ખંજવાળ દૂર થશે તથા થોડા જ દિવસોમાં આ ચામડીનો રોગ જળમૂળથી મટી જશે. આમ તુરિયાના શાક ઉપરાંત તેના બીજમાં પણ ચામડીના રોગો દૂર કરવાની ક્ષમતા હોય છે.

7. તુરીયા નું શાક પેટને લગતી તકલીફોને દૂર કરવા રામબાણ ઈલાજ છે. તુરીયા નું શાક તથા પેટની બીમારીઓને દૂર કરી તમારી મેટાબોલિઝમ સિસ્ટમ વધારવામાં મદદરૂપ થાય છે.

8. તુરિયાના ઉકાળેલા પાણીમાં રીંગણ બાફી તેને ગોળ સાથે ખાવાથી બવાસીરના દુખાવામાંથી રાહત મળે છે.

9. જો તમારે તમારા વાળ કાળા અને ઘટાદાર બનાવવા છે તો તેમાં પણ આ તુરીયા અવશ્ય મદદ કરશે. તુરિયાના નાના-નાના કટકા કરી તડકામાં સૂકવી દો, ત્યારબાદ તેને નારિયેળ તેલમાં ત્રણ થી ચાર દિવસ પલળવા દો. ત્યારબાદ આ તેલને ઉકાળી લો આ તેલને માલિશ કરવાથી તમારા વાળ ઘટાદાર અને કાળા બનશે.

Thursday, June 28, 2018

સંચળનું પાણી - SOUL WATER

દરરોજ પીઓ સંચળનું પાણી, શરીર પર થશે આ 15 ફાયદા જેના કારણે તેને soul water પણ કહે છે

 સંચળ કુદરતી મીઠું છે, જેમાં લગભગ 80 ફાયદાકારક તત્વો છે. તેથી પ્રાચીન સમય માં કેટલીક ઔષધિઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે તમે દરરોજ સવારે સંચળનું પાણી પી શકો છો.

આ પીણું મોટાપણું, અપચો જેવી કેટલીક સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ થી તમને બચાવશે. સંચળના પાણી ના અનેક ફાયદાના કારણે તેને soul water નું નામ પણ અપાયું છે.

1. મજબૂત મસલ્સ – સંચળ શરીરને પોટેશિયમ નબળું કરવામાં મદદ કરે છે તેનાથી મસલ્સ મજબૂત થાય છે અને માણસ ની તકલીફ દૂર થાય છે.

2. વજન ઘટશે- સંચળનું પાણી શરીરમાં ચરબી ઘટાડવામાં ખુબ મદદ કરે છે દરરોજ તેને પીવાથી મોટાપણું દૂર થશે.

3. પાચનક્રિયા સુધરશે- સંચળ પેટની અંદર હાઈડ્રોક્લોરીક એસિડ અને પ્રોટીન પચાવવા વાળા એન્ઝાઇમ એકટીવ કરે છે તેનાથી પાચનક્રિયા સુધરે છે.

4. સ્વસ્થ ચામડી- સંચળ માં રહેલા સલ્ફર સિંહ જેવા ન્યુ ટ્રેન ન્યુ ફ્રેન્ડ્ઝ પોષકતત્વો અને ડ્રાય સ્કિન ની સમસ્યા દૂર કરે છે. પાણી પીવાથી ચામડી સ્વસ્થ થશે અને તેજ વધશે.

5. મજબૂત હાડકાં- સંચળમાં રહેલા તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે.

6. ગેસ અને કબજિયાત- સંચળમાં રહેલા સોડિયમ ક્લોરાઇડ, આયર્ન ઓક્સાઇડ, પેટમાં બનતા ગેસ ની તકલીફ દૂર કરે છે. આ પાણી પીવાથી જમ્યા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.

7. પેટ ફુલશે નહિ- સંચળનું પાણી પીવાથી પેટ ફૂલવું અને ખાવાનું ખાધા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.

8. આંખોનું તેજ- નિયમિત સંચળનું પાણી પીવાથી આંખોનું તેજ વધારવામાં મદદ મળશે.

9. ઘટ્ટ વાળ- સંચળ માં રહેલા તત્વો વાળનો વિકાસ માં મદદરૂપ થાય છે રોજ તેનું પાણી પીવાથી વાળ મૂળમાંથી ખરશે નહિ અને ખોડો દૂર થશે.

10. સ્વસ્થ હૃદય- સંચળ કોલેસ્ટેરોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે રોજ તેનું પાણી પીવાથી હૃદયની બીમારી નું સંકટ ટળશે.

11. ડાયાબિટીસ- સંચળ ઈન્સુલિન નું સ્તર નિયંત્રિત કરે છે તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત

 થાય છે અને ડાયાબિટીસ નું સંકટ ટળે છે.

12. સારી ઊંઘ- સંચળ માં રહેલા તત્વો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ નિયંત્રિત કરે છે તેનાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે.

13. ગળાની ખારાશ- સંચળ નું પાણી પીવાથી ગળાની ખરાશ અને ગળા ના દર્દ ની તકલીફ દૂર થાય છે.

14. લોહીની ઉણપ- સંચળ માં ભરપૂર આયર્ન હોય છે તેનું પાણી પીવાથી એનિમિયા લોહીની ઉણપ ની તકલીફ દૂર થશે.

15. રોગ થી બચાવશે- સંચળ નું પાણી શરીર માં રહેલા હાનિકારક બેક્ટેરિયા નો નાશ કરે છે રોજ તેનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની તકલીફ નું સંકટ ટળે છે.    

                                    ⛑Dr. Mahendra Bheda⛑ 

       Nutrition Specialist & Consultant... Mumbai..8779630988..


આપને મળેલ લીંક ને ફોરવર્ડ કરી આ પોસ્ટ બીજા ગ્રુપ મેમ્બર સાથે શેર કરી શકો છો 


વજન ઘટાડવા નો સરળ ઉપાય..

🙏🏻વજન ઘટાડવા નો સરળ ઉપાય... 


પ્લીઝ..નોટબુક માં લખી લેજો....               

 5 ચમચા ચોખા ને, અડધો કલાક માટે પાણી માં પલાળી દો...

ત્યાર બાદ આ ચોખા ને, 700ml. પાણી સાથે.. કુકર માં..8 થી10 સીટી વાગે, ત્યાં  સુધી રાંધવા..

તેથી બધા જ ચોખા પીગળી ને લાઇ જેવું થઈ જશે...

પછી તેમને બહાર કાઢી ને, તેમાં સ્વાદ અનુસાર સેંધામીઠું.. શેકેલુ જીરું,મરી..વગેરે છાંટીને..

સવાર માં જ ગરમગરમ પીવો...

થોડા જ દિવસોમાં.. વધારા ની ચરબી..ઓગળી જશે..

ફુલેલું પેટ અંદર જતું રહેશે..

વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ મજાનું ટેસ્ટી પીણું પીધા પછી..
1કલાક સુધી ઠડું પાણી ન પીજો.... *       

                                  

આ ઉપાય  "ભારે શરીર ઘટાડવા" માટે ખૂબ જ અકસીર છે...   

                                                       
                                                   ⛑Dr. Mahendra bheda⛑


                                        Nutrition Specialist & Consultant... Mumbai..8779630988..

આપને મળેલ લીંક ને ફોરવર્ડ કરી આ પોસ્ટ બીજા ગ્રુપ મેમ્બર સાથે શેર કરી શકો છો