Wednesday, June 13, 2018

"સત્સંગ" શા માટે?

હમણાં જ મને વ્હોટસ એપ દ્વારા નીચેની વીડીયો કલીપ મળી. વીડીયો મોકલનારે વક્તા નું નામ નહોતું જણાવેલ પણ  વક્તા એ (૧) સત્સંગ માં જવાથી થતા ફાયદા (૨) કુટુંબ, સમાજ, માટે કશુક કરી છૂટવા ની ભાવના (3) વ્યસન મુક્તિ અને (૪) શારીરિક શ્રમ સેવા થી થતો મોક્ષ મળ્યા જેવો આનંદ વિષે ટૂંક માં પણ અતિ સુંદર પ્રેરણાદાયક વાતો કરી. 


આ વક્તવ્ય મારા હૃદય ને સ્પર્શી ગયું કારણ કે હું છેલ્લા ૧૫ વર્ષ થી BAPS ની સત્સંગ સભામાં જાઉં છું અને આ વિચારધારા થી મારા જીવન માં મેં સુખદ અનુભૂતિ કરેલ છે. મને લાગ્યું કે મારા મનોભાવ ને વક્તા એ સુંદર શબ્દોમાં રજૂઆત કરેલ છે અને મને તેમને રૂબરૂ મળવાની ઈચ્છા થઇ આવી. સુરતમાં રહેતા એક સ્નેહી ને પૂછા કરવાથી મને જાણ થઇ કે આ વક્તા સવજીભાઈ ધોળકિયા છે જે ૫ હજાર કરોડ ની "હરે કૃષ્ણ ડાયમંડ" કંપની ના માલિક છે.


પ્રસ્તુત છે વીડીયો કલીપ અને ત્યારબાદ છે આપની જાણ માટે મારી એક વિશેષ નોંધ.


વિશેષ નોંધ:-  


દુનિયાભર ના ૧૧૦૦ જેટલા BAPS મંદિરો/કેન્દ્રો માં થતી અઠવાડીક રવિસભા/સત્સંગ સભામાં સંસ્થા ના ઉચ્ચ અભ્યાસ કરેલ સંતો દ્વારા લોકોને સુખી થવા અને સમાજ ઉત્થાન કાજે આ જ વિચારધારા માં જોડવા અથાગ પ્રયાસ થઇ રહ્યો છે.


અમેરિકા/સીયાતલ ના રેડમોન્ડ મંદિર ના ગુજરાતી મુલાકાતીઓને  તેમજ મુંબઈ માં મારા પરિચિત મિત્રો ને દાદર યોગી હોલમાં રવિવાર ની સત્સંગ સભાનો લાભ લેવાના મારા સૂચન ને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. તેનું એક કારણ છે - ગેર સમઝણ


લોકો એમ વિચારે છે કે આ તો પટેલો ના સ્વામિનારાયણ સંપ્રદાય ની વાતો છે અને આપણે તો જૈન/શિવ પંથી કે વૈષ્ણવ હોવાથી ત્યાં જવાની શું જરૂરિયાત છે? 


પણ તેઓ ભૂલે છે કે આ કોઈ ધર્મ પરિવર્તન નહિ પણ વિચારધારા માં પરિવર્તન માટે જરૂરી છે. રામ ભક્ત તુલસીદાસ જયારે ગોકુલ ના કૃષ્ણ મંદિરે ગયા ત્યારે ત્યાં તેમણે કૃષ્ણ ની વાંસળી વગાડતી મૂર્તિ ને બદલે ધનુષ્ય ધારી રામ ના દર્શન કરેલ. 


અમેરિકા આવી મેં એ પણ નિહાળ્યું છે કે આપણા જૈન/વૈષ્ણવ સમાજ નો યુવા વર્ગ સત્સંગ ના અભાવે આજે આપણી હિંદુ વેદિક જીવન શૈલી/સંસ્કારો ને ભૂલી પશ્ચિમી રંગે રંગાઈ ઈતર ધરમી યુવક/યુવતી જોડે લગ્ન કરી પોતાની હિંદુ પેઢી નું નિકંદન કાઢી રહ્યો છે. 


મિત્રો હવે નિર્ણય તમારે કરવાનો છે કે દુનિયાભર માં ૧૧૦૦ જેટલા બીએપીએસ કેન્દ્રો ની અઠવાડિક સત્સંગ સભા માં જવાથી અથવા નહિ જવાથી તમોને કેટલો ફાયદો કે નુકશાન છે?  તમે જૈન/શિવપંથી/વૈષ્ણવ કે કોઈપણ સંપ્રદાય નો હો પણ તમારી ભાવી પેઢી માં હિન્દુત્વ જળવાઈ રહે તે માટે "સત્સંગ" શિવાય તમારી પાસે બીજો કયો વિકલ્પ છે તેનું મનન અચૂક કરજો મારા સાહેબ. 




 





 

 

No comments:

Post a Comment