Tuesday, May 18, 2021

બાબકાકા ઉર્ફે બિલ ગેઇટ અને મણીકાકી ઉર્ફે મેલિંડા ના ડિવોર્સ વિષે એક રમૂજી વિડીયો

આ વિડીઓ બ્લોગ ઉપર અપલોડ કરીને  તમારી સમક્ષ રજૂ કરવા ના મુખ્ય બે કારણો  છે. 

(૧)  આ ઘટના ને બહુજી રમૂજી રીતે પ્રસ્તુત કરવા માં આવી છે. કોરોના લોકડાઉન માં એક યા બીજી રીતે વ્યથિત લોકો ને થોડી હળવાશ અનુભવાશે તે હેતુ થી. 

(૨)  થોડા સમય પહેલા બીએપીએસ સંસ્થા દ્વારા ન્યુ જર્સી માં બની રહેલા અક્ષરધામ માં ઈન્ડિયા થી બોલાવેલ કારીગરો ને ઓછું વેતન આપી ને સંસ્થા ના વહીવટકારો એ અમેરિકા દેશ ના કાનૂન નું ઉલંઘન કરવા ના સમાચાર ચર્ચા નો વિષય બની ગયેલ.                            

(અ)  બિલ ગેટ ના વિડીયો માં ઉલ્લેખ છે - ડિવોર્સ નું એક કારણ છે અમેરિકા માં વધુ પડતો આવક વેરા થી બચવા પણ લોકો ડિવોર્સ લે છે.

(બ)  મતલબ કે અમેરિકા ના કેટલાક કાનૂન એવા અંધા અને આકરા છે કે લોકો ને કાયદા માંથી છટકબારી શોધવા પ્રેરે છે. જેમ બિલ ગેટ અને મેલિંડા એ ટેક્ષ બચાવવા છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. તેવીજ રીતે ઈન્ડિયા માં ભૂખે મરતા કારીગરો ને અમેરિકી કાયદા ના માળખા  રહીને બીએપીએસ સંસ્થા દ્વારા  અમેરિકા બોલાવી રોજી રોટી અપાવવાનું બિલકુલ શક્ય જ નથી. 

(ક)  એક તરફ બુદ્ધિજીવિયો માનવી એ બનાવેલ કાયદા ના ઉલંઘન માટે કાગારોળ મચાવે છે તે જ લોકો ઈશ્વરે બનાવેલ કાયદા નું છડેચોક ઉલંઘન કરતાં આવ્યા છે. જેમકે કોઈ પણ નિર્દોષ વ્યક્તિ ને વીના કારણ બંદૂક ની ગોળી મારી મોત ને ઘાટ ઉતારી દેવી તે ઈશ્વરીય કાનૂન નું ઉલ્લંઘન છે. જે અમેરિકા માં છાસવારે બને છે. નેટિવ અમેરિકનો (રેડ ઇંડિયન પ્રજાતિ) ની ભૂમિ પચાવી ને યુરોપ થી અમેરિકા ની ધરતી ઉપર આવી વસેલા આજે કાયદા બનાવી ને મેક્સિકનો આવતા રોકવા દીવાલ બાંધી રહ્યા છે. 

 ******તો ચાલો હવે ટીકા ટિપ્પણ ચર્ચા આટોપી ને માણીએ બાબકાકા ઉર્ફે બિલ ગેઇટ અને મણિકાકી ઉર્ફે મેલિન્ડા ના છૂટાછેડા વિષે ની રસપ્રદ અમેરિકા મેડિયા ની ગપસપ*********

 



             





No comments:

Post a Comment