Thursday, May 13, 2021

ન્યુ જર્સી માં બની રહેલા અક્ષરધામ ના કારીગરો ને ઓછા વેતન બાબત નો લો સ્યૂટ

          વર્ષ ૨૦૧૯ માં ફેલાયેલ કોરોના પેનડેમિક ની સાથે જ રોજ અવનવા અને નિત્ય નવા સન-સની સમાચારો મેડિયા માં આવતા રહે છે. ઇંડિયનો માટે ખાસ કરીને વેસ્ટ બેંગાલ માં મમતા બેનરજી, દિલ્હી માં કેજરીવાલ અને મહારાષ્ટ્ર માં ઉદ્ધવ ઠાકરે ના કરતુતો ચોંકાવનાર છે. તો વિશ્વ સ્તરે ચીન, રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ ની ગતિ વિધિઓ પણ અકલ્પનીય અને unpredictable છે.

         આ માહોલ વચ્ચે અમેરિકા ના ન્યુ જર્સી માં બની રહેલા અક્ષરધામ માં ઈન્ડીયા થી લવાયેલ કારીગરો ને ઓછા વેતન બાબત નો હમણાં જ દાખલ કરાયેલ લો સ્યૂટ હવે ચર્ચા નો વિષય બની ગયો છે. હું આ સંસ્થા જોડે બે દાયકા થી વધારે જોડાયેલ છું. એટલે સ્વાભાવિક જ મેડિયા ના આ સમાચાર મારા પરિચિતો મને મોકલાવી - "આવું કેમ થયું? આ સંસ્થા ના વહીવટકારો ઉપર કેમ ભરોસો કરાય?" જેવા મનમાં ઉદ્ભવતા સવાલો ના જવાબ ની મારી પાસે થી અપેક્ષા રાખી રહ્યા છે.

મારી પ્રતિક્રિયા:-

(૧) જેમ રાજકીય નેતાઓ કહે તે ભાષા માં "કાયદા ને કાયદાનું કામ કરવા ધ્યો - સત્ય બહાર આવે ત્યાં સુધી થોભો અને રહે જુઓ" 

(૨) ૧૯૫૦ ના દાયકા માં ભાવનગરની મારી *એકડીયા-ઢેકડીયા* (જેને હવે તમે કિન્ડર ગાર્ટન કહો છો) સ્કૂલ માં પહેલા માળે મોટા હોલમાં બધા જ  ધોરણ ૧ થી ૪ ના છોકરાઓ ભેગા મળીને (ત્યારે છોકરીઓ ની અલગ શાળા રહેતી) સરસ્વતી માતા ના મોટા ફોટા પાસે બેસી ને બે પ્રાર્થનાઓ કરતાં  

          એક હતી *પેલા મોરલા ની પાસ બેઠા શારદા જોને, આપે વિધ્યા નું એ જ્ઞાન માતા શારદા જોને*  #  બીજી હતી ઉમાશંકર જોશી રચિત : *અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા - મહા મૃત્યુ માંથી અમૃત સમીપે નાથ લઈ જા*

          પછી તો હાઇસ્કૂલ - કોલેજ માં જ્ઞાન મેળવી -  દેશ વિદેશના  ૧૪ દેશો માં ભટક્યો - ખૂબ યાત્રા પરિભ્રમણ કર્યું. મુંબઈ, દુબઈ, કુવૈત માં વરસો સુધી વિતાવી ને આખરે અમેરિકા માં આવીને નિવૃત જીવન ની શરૂઆત કરી.

          ૨૫ માર્ચ ૨૦૧૯ ના મે મારી એ પ્રાથમિક શાળા ની ફરી થી એક વખત મુલાકાત લીધી જિંદગી ના ૭૦ વરસો પછી. પ્રસ્તુત છે એ મુલાકાત ની એક તસ્વીર ની:-



મારા માટે એ જીવન ની ધન્ય ઘડી હતી. એટલા માટે કે આ જગતની માયાજાળ એવી છે કે આપણે ગમે તેટલું જ્ઞાન શાળા-કોલેજ-અનુભવ થી પ્રાપ્ત કરીએ છતાં "સત્ય-અસત્ય" નો ભેદ પામી શકતા નથી. આજના દિવસે આપણ ને જે "સત્ય" ભાસે તે કેટલાક વરસો પછી "અસત્ય" અને "અસત્ય" કેટલાક વરસો પછી "સત્ય" બની ને ઊભરી આવે છે. 

વરસો પહેલા જ્યારે ગેલેલિયો એ પૃથ્વી નો આકાર "ગોળ" છે ની વાત કરી ત્યારે તેની વાત ને અસત્ય સમજી ને અંધશ્રદ્ધા વાળા કેટલાક લોકો એ ગેલેલિયો ને તેના આ અભિપ્રાય - નિવેદન બદલ જેલમાં પુરવાની વાત કરેલ.

          એટલે જ આજથી ૭૦ વરસ પહેલા અભ્યાસ ની શરૂઆત પહેલા અમે જે "અસત્યો માંહે થી પ્રભુ પરમ સત્યે તું લઈ જા" નું મહત્વ મારા માટે આજે વધારે છે. મારી શાળા ના એ પ્રાર્થના હોલમાં, અન્ય બાળકો સાથે બેસી ને મે ૭૦ વરસ પછી ફરી એક વખત પ્રભુ ને પ્રાર્થના કરી - "પરમ સત્યે લઈ જવાની"

        મારા માટે એ ધન્ય ઘડી હતી - કેમ જે હવે મને જીવન નો ધ્યેય સમજાઈ ગયો છે. અત્યાર 
સુધી હું અનેક "અસત્યો" વચે અટવાતો રહ્યો - ભરમાતો  રહ્યો - છેતરાતો રહ્યો. પણ હવે તેમાંથી બહાર નીકળી ને મારે "પરમ સત્ય" પાસે પહોંચવાનું છે. 









No comments:

Post a Comment