Monday, December 28, 2020

હું કોણ ?

 બંગલા બનાવ્યા, ફાર્મ હાઉસ ખડક્યા, ફ્લેટ મા રોક્યા , અત્યારે ચાર દિવાલ વચ્ચે પૂરાયો છું, 

સાયકલ થી શરુઆત કરી, મોપેડ લીધું , બાઈક લીધી, ગાડીઓ ખરીદી, અત્યારે રૂમે રૂમ પગપાળા સફર ખેડુ  છું,

કુદરત હસીને બોલી, કોણ છે ભાઈ તું..?

મે કહ્યું " હું ", 


રાજ્યો જોયા, દેશ જોયો,વિદેશ ફર્યો, અત્યારે ડ્રોઈંગ રૂમ થી કીચનની સફર ખેડુ છું..!દેશ-વિદેશ ની સંસ્કૃતિઓ વાંચી,અત્યારે પરિવાર ને વાચું છું..!

કુદરત હસીને બોલી,  કોણ છે ભાઈ તું..?

મે કહ્યું " હું ",

બર્થડે,સગાઇ, લગ્નમાં ધુમાડાબંધ જમાડ્યા, અત્યારે શાકભાજી મા કરકસર કરું છું,ગાય,કુતરા માટે જે વધારાની રોટલી બનતી, એટલું જ જમું છું , 

કુદરત હસીને બોલી, કોણ છે ભાઈ તુ..?

મે કહ્યું " હું ",

સોના,ચાંદી,હીરા,મોતીના સેટ બધું લોકર મા છે...        

સૂટ,શેરવાની,બ્લેઝર બધું કબાટમાં છે , અત્યારે ફક્ત ઝભ્ભા લેંઘામાં ટેસથી ટહેલું છું !


કુદરત હસીને બોલી, કોણ છે ભાઈ તુ..?

મે કહ્યું " હું ",

ઈંગ્લીશ,ફ્રેન્ચ,રશિયન,જ શીખ્યો અત્યારે સમાચારો ગુજરાતીમાં વાંચું છું..!

કુદરત હસીને બોલી,  કોણ છે ભાઈ તુ..?

મે કહ્યું " હું ",

નોકરી ધંધા માટે પ્રવાસો તો અઢળક કર્યા,અત્યારે એના ફાયદા ગેરફાયદા વિષે વિચારું છું..!

ધંધો વિકસાવ્યો,વહાણ ભરીને સગાવહાલાં છે,

સંબંઘો વધાર્યા, મીત્રો બનાવ્યા,અત્યારે પાડોશી સાથે સબંધ સૌથી સારા લાગે છે..!

ભણતર મા નિયમો તો હજારો શીખ્યો, અત્યારે કોઠાસૂઝ કામે લગાડું છું!

જિંદગીભરની રઝડપાટ અને દુન્યવી ઘોંઘાટ પછી, 

હાથમાં માળાના મણકા ફેરવતા પહેલીવાર આત્માનો અવાજ સંભળાયો. 

હવે બહુ થયું, જાગ મુસાફિર  ઘરે પાછા ફરવા ની તૈયારી કર.

કુદરત હસીને બોલી, કોણ છે ભાઈ તુ..?


મે કહ્યું “  “હે કુદરત ! તારો જ અંશ છું !

હવામાં ઉડતો હતો , આવી ગયો છું જમીન પર !

માફ કર આ માનવજાત ને,આપી દે એક મોકો જીવતર સુધારવાનો !

માનવ બની ને જીવવાનો..!

સંસ્કૃતી સાથે જીવવાનો..!

પરિવાર સાથે જીવવાનો..!

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment