છેલ્લા પાંચ દિવસથી વરસતાં ધોધમાર વરસાદ ને આજે વહેલી સવારે હથેળીમાં લીધો ત્યારે કંઈક શીખવી ગયો.
આજનો વરસાદ શીખવી ગયો કે તમારું જયાં, જેટલું કામ હોય અને એ પૂરું થાય એટલે ત્યાંથી તાત્કાલિક નીકળી જવું. નહીંતર તમારું માન તો ઘટે જ પણ ઉલ્ટાનું ગાળ ખાવાનાં પણ વારા આવે...
વરસાદે કહ્યું, આજનાં લોકો ખૂબજ ગણતરી બાજ છે. લોકોને તમારું જેટલું કામ હશે એટલો જ તમારો સ્વિકાર કરશે...વધુ વખત ઘરમાં લાશ ન રાખવાં ટેવાયેલી આ માણસ જાત કોઈને વધુ વખત યાદ પણ રાખી શકતી નથી !
અંગ્રેજી માં એક વાત છે કે " EVERYTHING IN EXCESS IS BAD" મર્યાદા ની બહારનું બધુ જ વર્જ્ય છે.
પછી એ પ્રેમ હોય ,નફરત હોય કે પછી વરસાદ. આપણને બધાને કોઈ પણ પ્રવૃત્તિ માં દાખલ થતાં ખુબજ સુંદર રીતે આવડે છે પરંતુ એમા કેટલો સમય રહેવું અને ક્યારે નીકળી જવું એનો વિવેક આપણી પાસે નથી હોતો અને એટલે જ પરિણામ એ આવે છે કે આપણી વિદાય સુખદ હોવાને બદલે પીડા દાયક વધુ રહે છે...
આપણે એ ભૂલી જઈએ છીએ કે છોડવાનો પણ એક વૈભવ હોય છે.સમય પર જો વસ્તુ ,વ્યક્તિ કે સંસ્થા ન છોડી દઈએ તો અપમાનિત થઈને નીકળવાનો સમય આવે...
સૌરવ ગાંગુલી, અડવાણી બધા પાસે કદાચ આ વિવેક ન હતો અને એટલે જ નિવૃત્તિ ભવ્ય ન રહીં.
વૃધ્ધાશ્રમ એ બીજું કાંઈ નહીં પણ અમુક કિસ્સામાં સમયથી પહેલાં છોડી દીધા અથવા તો સમય પછી પણ છોડી ન દીધાં નું ઉદાહરણ માત્ર છે...
૨ મહિના પહેલાં જેની કાગ ડોળે રાહ જોતાં હતાં એવાં વરસાદ ની આજે જવાની રાહ જોઈએ છીએ !
કદાચ આને જ વહેવાર કહેતાં હશે ! આપણે એટલું જ માની લેવું કે આપણે પણ આ પૃથ્વી પર વરસાદ જેવાં જ છીએ...
🙏જેને સમજાય તેને અભિનંદન ના સમજાય તો🙏
No comments:
Post a Comment