તારી ખુમારી તારી પાસે રાખ..
બળી જશે લાકડા ઠરી જશે રાખ
તારી ખુમારી તારી પાસે રાખ..
જીવી લે જિંદગી મોજ મસ્તી ની
તારી અકડ તારી પાસે રાખ..
રોપી દે પ્રેમ નું તરુ
હેત નું ખાતર એમાં નાખ..
ઉગશે ફળ મધ ભરેલું
વિશ્વાસ ના હોઠે એને ચાખ..
પૈસો કઈ બધું જ નથી
માનવતા ની બનાવ શાખ..
દરિયો બનશે કદી તોફાની
ધીરજ ની નાવ તું હાંક..
ખુલી આંખે તું દુનિયા જુવે
ક્યારેક તો ભીતરે તું ઝાંખ..
હાર ની શરણે ના થા
આપી છે તને હોંસલા ની બે પાંખ..
શ્વાસ આપ્યા,પણ જીવે નહિ
એમાં ઈશ્વર નો શું વાંક !!!!
🌹🌿🌷🌿🌹
હું મંદિરે તો..માત્ર પ્રાર્થના કરવા જાઉં છું,
ફરિયાદ કરવા તો, મેં ઘરમાં અરીસો રાખ્યો છે...
કોઈકે કહ્યું. ..રવિવાર નું નામ બદલીને પરિવાર રાખીએ તો ?
હું કહું છું. ....જ્યારે પરિવારને આપણી જરૂર હોય
ત્યારે રવિવાર રાખીએ તો ?......
લોકો કહે છે પૈસા રાખજો,ખરાબ સમયમાં કામ આવશે...
હું કહું છું સારા લોકો રાખજો, ખરાબ સમય જ નહિ આવે...
જીંદગીની દોડ માં એકાદ વળાંક એવો અચુક આવે છે કે,
જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિણર્ય લઈ શકાતો નથી...!!!
🙏🏻🌹રાધે રાધે🌹🙏🏻
No comments:
Post a Comment