૧૮મી સદીમાં ૧૧ વર્ષની ઉંમરે નીલકંઠવર્ણીએ સતત ૭ વરસ સુધી થીજાવી દેતા હિમાલયના શિખરોથી લઈને ધોમ ધખતા તાપમાં ૮૦૦૦માઈલ્સની પદયાત્રા કરી. નીલકંઠવરણીની આ અભૂતપૂર્વ યાત્રાને જગત સમક્ષ રજુ કરવાના હેતુથી ૨૦૦૧ની સાલમાં બી.એ.પી.એસ સંસ્થાએ પ્રસંગને અનુરૂપ એક ભવ્ય અને શ્રેષ્ટ ફિલ્મ મુવી તૈયાર કરવાનો નિર્ધાર કર્યો. ફિલ્મ નિર્માણ માટે સતત 3 વરસ સુધી સંસ્થાના સંતો અને સેવાભાવી કાર્યકરોએ આયોજન કર્યું.
* ૧૭ લાઈબ્રેરીઓ માંથી ૨૭૦ પુસ્તકોનો અભ્યાસ કરી ૨૦૦ વર્ષ પૂર્વેનો ઇતહાસ પ્રાપ્ત કરવામાં આવ્યો.
* સ્ક્રીપ રાઈટર થી લઈને ૭૦ એમ.એમ. ફોરમેટમાં ફિલ્મ તૈયાર કરવા માટે દુનિયાભર ના શ્રેષ્ટ ફિલ્મ, ફોટોગ્રાફી અને મ્યુજિક ડાયરેક્ટરો, સ્ટુડિયો અને ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરીઓની શોધ અને સંપર્ક કરવામાં આવ્યો.
* ફિલ્મના ૨૫૦ જેટલા લોકેશનની શોધમાં નેપાળ, ઉત્તર ભારત, આસામ, કેરાલા, દક્ષીણ ભારત અને ગુજરાત મળીને ૨૨૦૦ માઈલ્સનો પ્રવાસ કરવામાં આવ્યો.
* ગાંધીનગર અક્ષરધામમાં આરતીના દ્રશ્ય માટે ૯૦૦૦ લોકો અને બીજા એક દ્રશ્ય માટે ૨૦,૦૦૦ બાળકોની ઉપસ્થિતિની જરૂરિયાત મુજબ ગોઠવણ કરવામાં આવી. પુરા મુવી માટે ટોટલ ૪૫૦૦૦ કાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી.
* બી.એ.પી.એસ.ના ૫૭૦ સ્વયંસેવકોએ મુવી નિર્માણ માટે ૨ વરસ દરમ્યાન કુલ ૧૦૦૦૦૦૦ (એક મીલીયન)કલાકના સમય નો ભોગ આપ્યો. આ સેવામાં યોગદાન આપવા ISROના એક વિજ્ઞાનિકે ત્રણ મહિના માટે નોકરીમાંથી રજા લીધી.
* ૨૦૦૫ માં બી.એ.પી.એસ. ચેરીટીઝ દ્વારા ફિલ્મનું લોકાર્પણ થયું, અને ૩૧-૧-૨૦૦૫ના પેરીસ/ફ્રાંસમાં આ મુવીને ૧૦માં ઇન્ટરનેશનલ લાર્જ ફોરમેટ ફિલ્મ ફેસ્ટીવલમાં ‘The Audience’s Choice Prize’ એનાયત થયું. ત્યારબાદ દેશ-વિદેશમાં તેના પ્રીમિયર શો થયા.
* હાલમાં દિલ્હી અક્ષરધામ તેમજ લંડન અને નૈરોબીના અક્ષર-પુરષોત્તમ મંદિરમાં આ મુવી દેખાડવામાં આવે છે.
*************************************************
No comments:
Post a Comment