મેલબોર્ન/ઓસ્ટ્રેલિયા ના સચિનભાઈ ની બીજાને સત્સંગ કરાવવાની ધગશ વિષે પહેલા આ ઓડિયો કલીપ સાંભળો.
નિયમિત સત્સંગ કરવાથી સત્પુરુષ જોડે જોડાણ થાય. સત્પુરુષ માં જોડાણ થાય એટલે સત્પુરુષ ના તપ ત્યાગ ના બળ ની આપણ ને શક્તિ મળે. (જે રીતે wi-fi થી નેટ વર્ક મળે છે). એ શક્તિ મળે તો જ નીતિ અને શિક્ષાપત્રી ના નિયમો નું જીવન માં પાલન કરી શકાય. શિક્ષાપત્રી ના નિયમો નું પાલન થાય એટલે શ્રીજી મહારાજ નો રાજીપો પ્રાપ્ત થાય. શ્રીજી મહારાજ નો રાજીપો પ્રાપ્ત થાય એટલે જીવનમાં કર્માધીન 'આધી - વ્યાધી-ઉપાધી' આવે ત્યારે મહારાજની દયા થી શૂળી ની પીડા સોય થી સરે. શ્રીજી અને સ્વામી હમેશા આપણી સાથે હોવાની અને આપણી રક્ષા કરતા હોવાની પ્રતીતિ થાય.
નિયમિત સત્સંગ થી આપણા સ્વભાવ દોષો સહેલાય થી ટળે. ક્રોધ, લોભ, ઈર્ષ્યા જેવા અવગુણો નષ્ટ પામે. વાણી - વર્તન નો વિવેક આવે. શું ખાવું -પીવું અને શું ના ખાવું -પીવું, શું જોવું-જાણવું-વાંચવું અને શું ના જોવું-જાણવું-વાંચવું નું ભાન થાય. પૈસા ખર્ચી ને શ્રી શ્રી રવિ શંકર ના ART OF LIVING ક્લાસ માં ગયા શિવાય જીવન માં શું કરવું અને શું ના કરવું ની સમઝણ આવી જાય.
સચીનભાઈને આ હકીકત સમજાઈ ગઈ છે માટે જ તેઓ બીજા ને સત્સંગ કરાવવા આટલા તત્પર છે.
No comments:
Post a Comment